એ તો કેવી અજબ જેવી વાત છે
નાની મારી આંખ, એ જોતી કાંક કાંક,
એ તો કેવી અજબ જેવી વાત છે.
નાક મારું નાનું, તે સુંઘે ફૂલ મજાનું,
એ તો કેવી અજબ જેવી વાત છે.
નાના મારા કાન, તે સાંભળે દઈને ધ્યાન,
એ તો કેવી અજબ જેવી વાત છે.
નાના મારા હાથ, તે તાળી પાડે સાત,
એ તો કેવી અજબ જેવી વાત છે.
નાના મારા પગ, તે જલ્દી ફરે જગ,
એ તો કેવી અજબ જેવી વાત છે.
% Comments so far
gana 6 gujaratiyo pan tamej lakhi aa kavita ae to kevi saras vaat 6…
net par gujarati sahitya vanchine khubaj aanad thay 6……
khub saras….very nice…