આવ રે વરસાદ
આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ,
ઊની-ઊની રોટલી ને કારેલા નું શાક,
આવ રે વરસાદ, નેવલે પાણી,
નઠારી છોકરી ને દેડકે તાની,
આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ
ઊની-ઊની રોટલી ને કારેલા નું શાક.
આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ,
ઊની-ઊની રોટલી ને કારેલા નું શાક,
આવ રે વરસાદ, નેવલે પાણી,
નઠારી છોકરી ને દેડકે તાની,
આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ
ઊની-ઊની રોટલી ને કારેલા નું શાક.
વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા,
એક છોકરો રિસાયો, કોઠી પાછડ ભીસાયો,
કોઠી પડી આડી, અર્ -અર્ માડી!
મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે,
તે હળવે-હળવે ચાલે છે, ને અંધારા માં ભાડે છે,
તે દહીં ખાય, દૂધ ખાય, ઘી તો ચપ-ચપ ચાટી જઈ,
તે ઊંદર ને જટપટ ઝાલે, પણ કુતરા થી બીતી ચાલે,
એના દિલ પર દાગ છે, તે મારા ઘર નો વાઘ છે